1944 થી…

મારો પરિચય
 

નામ :       જુગલકીશોર જેઠાલાલ વ્યાસ
વતન :     ઉમરાળા ; જીલ્લો ભાવનગર. અત્યારે  અમદાવાદ.

જન્મ તારીખ : ૨૫,જાન્યુઆરી,૧૯૪૪. 

અભ્યાસ :

પ્રાથમીક :   
ઉમરાળા,રંઘોળા (ભાવનગર)
માધ્યમીક :    
સર્વોદય આશ્રમ,શાહપુર(સોરઠ),જીલ્લો જુનાગઢ.(૧૯૫૫-’૬૦)
સ્નાતક :       
(ગ્રેજ્યુએટ),કૃષી વીજ્ઞાન; લોકભારતી સણોસરા, ભાવનગર. (1962-66)
અનુસ્નાતક :  
(એમ.એ.પ્રથમ વર્ગ;ગુજરાતી વીષય); ગુજરાત વીદ્યાપીઠ,અમદાવાદ.
શાસ્ત્રીયસંગીત : 
(કંઠ્ય)-૧૯૫૬-૫૯;શાહપુર; ગુરુજી:વિઠ્ઠલદાસ બાપોદરાજી.

કાર્યક્ષેત્રો :
     
ખેતી-શીક્ષક :     
બાવળા(અમદાવાદ).૧૯૬૬-’૬૭.
સેમી-ક્લાર્ક :       
આર્યોદય જીનીંગ મીલ્સ,અમદાવાદ(એમ.એ.દરમીયાન)૧૯૬૭-’૭૦.
વ્યાખ્યાતા :    
(લેક્ચરર) આર્ટ્સ કૉલેજ ઇડર,સાબરકાંઠા.૧૯૭૦-’૭૧.
વ્યાખ્યાતા :    
(લેક્ચરર), સમોડા ગ્રામવીદ્યાપીઠ — મહેસાણા જીલ્લો. (1971-’74)
ઇન્ચાર્જ- કામદાર શીક્ષણ :
ગાંધીજી દ્વારા સ્થપાયેલ મજુર મહાજન સંઘ,અમદાવાદ.૧૯૭૪-’૭૭.
કાર્યક્રમ અધીકારી :
શ્રમીક વીદ્યાપીઠ;(એડલ્ટ એજ્યુકેશન,ભારત સરકાર.)૧૯૭૭-’૮૯.
નીયામક :      
શ્રમીક વીદ્યાપીઠ / જનશીક્ષણ સસ્થાન; એડલ્ટ એજ્યુ; ભારત સરકાર. (’૮૯-’૦૨)
નીવૃત્તી :   ૨૦૦૨થી.
 
વર્તમાન પ્રવૃત્તી :
વાચન-લેખન ; ઈન્ટરનૅટ પર ભાષા-સાહીત્યના પાંચ બ્લોગનું સંપાદન

વીશેષ કાર્યો :   
1] સમોડા ગ્રામવીદ્યાપીઠમાં ગૃહપતી,ઉપાચાર્ય,ઉપનીયામક તરીકેની સેવાઓ
2] મ.મ.સંઘમાં આંગણવાડી(બાલમંદીર)શીક્ષીકા તાલીમ તથા તે વીભાગના ઈન્ચાર્જ;વ્યાવસાયીક તાલીમવર્ગોની નવી પરંપરા અને શૃંખલા શરુ કરી; 1920 આસપાસ શરુ થયેલા મ.મહા.સંઘના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદન કાર્યમાં મદદ.
3] શ્રમીક વીદ્યાપીઠ (જન શીક્ષણ સંસ્થાન)દ્વારા એક લાખથી વધુ શ્રમીકો અને તેનાં કુટુંબીજનોને વ્યાવસાયીક ઉપરાંત જીવનશીક્ષણ; 250 જેટલી સંસ્થાઓ સાથે સહયોગ; વીવીધ વીષયો પરનાં 24 જેટલા આધાર સાહીત્ય [કોર્સ મટીરીઅલ્સ]નું સર્જન;અનેક સામાજીક સંસ્થાઓ એન.જી.ઓ.]ની રચનામાં માર્ગદર્શન અને કેટલીકના સંચાલનમાં મદદ. 
4] નાનાભાઈ ભટ્ટ દ્વારા શરુ કરાયેલી સંસ્થાઓનાં ભુતપુર્વ વીદ્યાર્થીઓ અને તેમનાં કુટુંબીજનોની મીલનસંસ્થા ‘નૉળવેલ’ની 1998માં સ્થાપના અને સંચાલન;

સાહીત્ય સર્જન : 
ક] પુસ્તકો :
1]
‘શ્રમીક શીક્ષણની દીશામાં’[પરીચય પુસ્તીકા]ના લેખક;
2] ‘એક ચણીબોરની ખટમીઠી’ના લેખક [મારા શીક્ષણ જીવનના અનુભવોનું મારી માતૃસંસ્થા દ્વારા પ્રકાશન] 
3] ઔષધીગાન ભાગ 1-2 (ઔષધીય વનસ્પતી અંગેનાં 200 જેટલાં કાવ્યો)નું સંપાદન;
4] સ્વ.શોભન વૈદ્ય સ્મૃતીગ્રંથનું અન્ય સાથે સંપાદન;
5] ગુજરાતના જાણીતા હાસ્યલેખક અને આજીવન શીક્ષક-સંત સ્વ. ન.પ્ર.બુચની આત્મકથા “મારે વિષે હું અને એક વી.આઈ.પી.ની આત્મકથા”નું સંકલન-પ્રકાશન.
ખ] સામયીકોનું સંપાદન :
1]
શ્રમીક વીદ્યાપીઠનું મુખપત્ર ‘શ્રમીક શીક્ષણ’ના સ્થાપક સંપાદક; 
2] જ્ઞાતીનું મુખપત્ર ‘સદ્ભાવ’ના સ્થાપકોમાંના એક અને તંત્રી તરીકે તેનું સંપાદન;
3] ‘નૉળવેલ’ અનીયતકાલીકની સ્થાપના અને સંપાદન;
4] ‘આયુક્રાંતિ’(આયુર્વેદ વીષયક)સામયીક-માસીકના સ્થાપક સભ્ય-સંપાદક; 
ગ] લેખો,લેખ-શ્રેણીઓ :   
1] ‘જયહિન્દ’ દૈનીકમાં આધુનીક રામાયણની પદ્યશ્રેણી (1967-6 8)
2] ગુજ.સમા.ના અઠવાડીક ‘શ્રી’ કૌટુંબીક વીષયો પરની પતી-પત્નીના પત્રોની શ્રેણી (1969-70);
3] ‘કોડિયું’માં ભુતપુર્વ વીદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરીઝની શ્રેણી (ચાલુ);
4] કોડિયું ઉપરાંત અન્ય દૈનીકો/ સામયીકોમાં પ્રસંગોપાત લેખો-કાવ્યો.

પારીવારીક :  
પત્ની : રમાબહેન
પુત્રો  :    
આનંદ [ઈન્ડીઅન-ઍરલાઈન્સ],
મનન [Propriter: ACE Courier Pvt. Ltd],
અર્પણ [ M.A.B.Ed.- English]
 
 

Responses

ભાવપુર્વક વંદના કાકા. તમે બહુ જ ભર્યું જીવ્યા છો અને જીવી રહ્યા છો.

તમારો બ્લોગ ગમ્યો. તમે “મધપુડો” વર્લ્ડપ્રેસ.કોમ જોઇને મને લખજો.
અમદાવાદ રહો છો એટલે આપણે મળી શકીશું. હું મુંબઇમાં છું. તમારા લેખો
વાંચીને લખીશ. પરિચયમાં થોડી વ્યાકરણની ભૂલો રહી ગઇ છે એ તો તમને પણ
ખ્યાલ હશે જ.

Respected Shri Vyas Saheb,
Lot of compliments on your achievements!!!!!!!!!!!!!!!
Congratultions and LONG LIVE HEALTHY & CONTINUE YOUR SAHITYAK ACTIVITIES.

dear sir

i really appreciate your work and contribution to the mother language of more than 5 cr gujarati,

thank you

from bottom of my heart
hemant dave

Leave a response

Your response: