Posted by: જુગલકીશોર | June 17, 2008

સુંદરમ્–‘વસુધા’ની ‘મંગલા’ ‘યાત્રા’એ !!

 

મ્હારાં સૉનેટ –૪

સુંદરમ્ ને.*                                

(ઉપજાતી)

 

સંશોધવા  અક્ષય  તત્વ જે  ધ્રુવ,
મથી   રહ્યા  જીવન, કાવ્ય માંહે;
એ  મંથનેથી  પ્રગટી સુ‘મંગલા’
શી  કાવ્ય કેરી  અપરુપ નીર્જરી !

તો યે  હજી  પ્રશ્ન  રહ્યો  અનુત્તર.

એ પામવા–
વસુંધરા ઘુમી વળ્યા સ-ચીંતને,
ને પામીયા રે‘વસુધા’નું દર્શન.
એ દીવ્યનાં  દર્શન કેરી ‘યાત્રા’
પુર્ણત્વને  પામી; અને  તમેયે
પામી ગયા ‘ક્યાં ધ્રુવ?’ નો જ ઉત્તર.

યાત્રા  કરું હું  વસુધાની મંગલા
બેસી  પ્રણય પાવડીએ….
પામી શકું એ ધ્રુવ ધન્ય,ધન્ય !

૧૪-૮-’૬૭.       –જુગલકીશોર.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એમ.એ.ના અભ્યાસ દરમીયાન સુંદરમ્ નાં કાવ્યો પરના મહાનીબંધ વેળાએ રચાયેલુ.

Leave a response

Your response:

Categories