( આ પહેલાં અહીં પ્રગટ થઈ ચુકેલી આ રચનાને થોડા ફારફેર સાથે આજે ફરી રજુ કરું છુ. સહન કરવા વીનંતી સાથે – )
તું આવ, આવ !
–જુગલકીશોર
( ઉપજાતી)
આજે…ય ના’વી….!
અવ કાલ આવશે-
આશાભર્યો એમ જ આજ દી‘ લગી
ઝુરી રહ્યો દર્શન કાજ તાહરાં !
તું આવશે તો….(ફટ રે ભૂંડા, ‘તો’ !)
સત્કારવા આંગણીયે ઉતાવળો
આવીશ; ને બેઉ કરો થકી તને
ચાંપીશ હૈયે, વળી ભીંજવીને
હોઠો તણા સ્નેહ થકી હું જોજે
ખોલીશ તારું દિલ – મુગ્ધ હૈયે –
વાંચીશ તારે પડયું ભીતરે જે,
મારો અજંપો ઉરનો શમાવવા.
સંદેશ દેવી કંઈ લાવ, લાવ-
ટપાલ દેવી ! ઝટ આવ આવ.
(ટપાલી, ભાઈ ! ટપ્-આલ આલ ! )


