Posted by: જુગલકીશોર | June 7, 2008

મ્હારાં સૉનેટડાં !

સૉનેટ વીષે લખતાં લખતાં મને મારાં સૉનેટ યાદ આવતાં જ રહ્યાં હતાં ! સીદી ભાઈને એનાં સીદકાં–સૉનેટડાં કેમ, વ્હાલાં ન હોય ?
અહીં મારા આ મૌલીક રચનાઓના બ્લોગ પર કેટલાંક સૉનેટ મુકું છું ખરો પણ એની સાહીત્યીકતા અગે સાવ સ્પષ્ટ છું ! અને એટલે જ એને સૉનેટડાં જ કહીશ. મ્હારાં એ શબ્દ એ જમાનાનો છે જ્યારે સૉનેટના ધુરંધર સાહીત્યકારો મારાં ને બદલે મ્હારાં લખતા હતા !
કહેવાની ભાગ્યે જ જરુર હોય કે આ સૉનેટડાંની મુલવણી કરવાની રહેતી નથી !!
            અનંત યાત્રા.
           જુગલકીશોર.  
            (ઉપજાતી)
 
બ્રહ્માંડની    દીવ્ય  અનંત   વાટમાં
આત્મા બન્યો યાત્રીક મુક્તી-લક્ષનો;
ને  માર્ગમાં  સાધન   દેહનું      કર્યું.
 
છે  આત્મ   તો   મુક્તવીહારી  વીશ્વે
વ્યાપી  રહ્યો   સર્વ  સ્થલે સ્થલે  જે; 

આ દેહ તો  સાધન  માત્ર    આત્મનું-
જેને    સદા     બંધન    કોટી   કોટી
ને   આત્મ તો    બંધન સર્વથી  પર !
  

અનંત   યાત્રા,   નહીં  અંત કાલનો
ને    દેહ   આ     ક્ષુદ્ર,   મરે ક્ષણોમાં. 
 

 

દેહો     પરીવર્તન    વસ્ત્રનું       કરે,
આત્મા      પરીવર્તન     દેહનું   કરે !
 

ક્યારે   શરુ આ    થઈ  દીવ્ય યાત્રા ?
ક્યારે થશે  પુર્ણ ?  ન   કોઈ   જ્ઞાતા !

Responses

વાહ કાકા. ખુશ થઈ ગયો અને સાથે જ લૅપટોપમાં ‘પંખીડાંને આ પીંજરું જુનું જુનું લાગે’ સોલી કાપડીયાના સ્વરે રણકી રહ્યું છે!

દેહો પરીવર્તન વસ્ત્રનું કરે,
આત્મા પરીવર્તન દેહનું કરે !
ક્યારે શરુ આ થઈ દીવ્ય યાત્રા ?
ક્યારે થશે પુર્ણ ? ન કોઈ જ્ઞાતા !

ગીતાના બીજા અધ્યાયનો છેલ્લેથી બીજો શ્લોક?
ફરીથી તમારો પ્રીય છંદ 0 ઉપજાતી…

આધ્યાત્મને રંગે રંગાયેલ રચના ખુબજ સરસ બહુજ ગમી

Leave a response

Your response:

Categories