અંજલીમાં ઓઘ છલકાવે ગઝલ !

ગઝલ
-જુગલકીશોર————–

સાંભળું  તો  કંઈક  સંભળાવે ગઝલ,
સાનમાં એ  કંઈક   સમજાવે ગઝલ.

શબ્દની છલના,શી લીલા આ બધી-
અર્થને જ્યાં શોધું, ટટળાવે  ગઝલ!

શબ્દના   ઘોંઘાટ    વચ્ચે    આટલા
કાન   પાસે    હોઠ   ફફડાવે  ગઝલ.

શબ્દના  રસથાળ  વણબોટ્યા રહ્યા,
સ્વાદની  કૈં  યાદ  મમળાવે ગઝલ.

સાત  સાગર    ઉછળે   અંદર  બધા,
અંજલીમાં  ઓઘ   છલકાવે   ગઝલ.

આભથી   દરીયાની   વરસે  વેદના,
આંખથી બે,  શબ્દ ટપકાવે ગઝલ.

ક્યાંકથી   સંતાપની   સાપણ   ડસે-
અંગ અંગે  દાહ   પ્રસરાવે   ગઝલ.

સોગઠાંને   ગોઠવ્યાં    ચોપાટ   પર
ચાલ ચાલે એવી, અકળાવે ગઝલ.

શબ્દનો ધ્વજ આભ ફરકાવે ગઝલ,
અર્થને  પાતાળ   સરકાવે    ગઝલ !

 

2 Responses to “અંજલીમાં ઓઘ છલકાવે ગઝલ !”


  1. 1 સુનીલ શાહ April 18, 2008 at 10:32 am

    વાહ જુ.ભાઈ..ગઝલ વીશેની સુંદર ગઝલ. આમ જ ગઝલ લખતા રહો તો..?

  2. 2 વિવેક ટેલર April 25, 2008 at 1:56 pm

    સુંદર ગઝલ…

Leave a Reply




ટેરવેથી નીતર્યો, ઝીલ્યો શબદ !

વાચકોની સંખ્યા

  • 10,083 વાચકો

દિવસવાર ટપાલ

April 2008
M T W T F S S
« Mar    
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ

Flickr Photos

ready for departure

Coffee can wait

Búðir, Snæfellsnes

More Photos