ગુજરાતી ભાષાજગતનું નવલું નઝરાણું “એનું વખાણ સદા સુણાવજો”
જુગલકીશોર======================================
ગયા અંકે આપણે લેક્સીકોનની એક ઝલક ફક્ત માણી હતી. આજે એની અંદર ડોકીયું કરીને જેટલી મળે એટલી કીમતી જણસો વીણી લઈએ.
હા, આ એક એવું વીશાળ સરોવર છે જેમાંથી એક ક્લીકે કરીને ભાષાનો પારાવાર પ્રાપ્ત કરી શકાય છે ! લેક્સીકોન પોતે એક સરોવર હોવા છતાં એમાં જે શબ્દવૈભવ છલકે છે તેમાંના શબ્દો અને એના અનેક ઉપયોગોને જાણીએ-સમજીએ તો એ ગુજરાતીભાષાનો હીલોળા લેતો જાણે સાગર જણાશે !
વીસ વીસ વરસ સુધીની કોઈ એક વ્યક્તીની અથાક મહેનત અને અઢળક ધનરાશીના વીનીયોગની ફલશ્રુતી એટલે આ શબ્દરાશી લેક્સીકોન !! (આ વાદળી રંગના અંડરલાઈન કરેલા એક શબ્દને એક જ –હા, ફક્ત એક જ !– ક્લીક કરવાથી એ શબ્દસાગરમાં ડુબકી પર ડુબકીઓ મારીને અતી કીમતી ને ઉપયોગી મોતીડાં પ્રાપ્ત કરી શકાય છે !! )
શું છે, આ લેક્સીકોન નામના શીર્ષકની ભીતરમાં ? ચાલો થોડું જાણવા મથીએ !
1] એનાં મુખ્ય મુખ્ય પેટા શીર્ષકો છે :
હોમ / ગેલેરી / ન્યુઝરુમ / એબાઉટ અસ / કોન્ટેક્ટ અસ / ડોનેટ અને વારંવાર પુછાતા સવાલો.
2] એના વીવીધ કાર્યક્ષેત્રો - વીભાગો છે :
ડીક્ષ્નરી / ઓપોઝીટ વર્ડ / ઈડીયમ્સ /પ્રોવર્બ /થીસોરસ / હેલ્પ
3] એમાં વાંચવા મળી શકે એવાં ખુબ મઝાનાં ગુજ.સામયીકો પણ છે તે —
સન્ડે મહેફીલ / ઓપીનીયન / માતૃભાષા.
હવે આ બધાંને એકપછી એક સ્પર્શ કરીને ખોલીશું તો જોવા મળશે અદ્ભુત અને અમુલ્ય ખજાનો !! ચાલો ત્યારે એને ય ખોલી જોઈએ :
હોમ :
1] લેક્સીકોનનો ટુંકો ઈતીહાસ ; એના ઉદ્ઘાટનની વીગતો; કોશ વીષે અને એના સર્જક શ્રી રતીકાકા વીષે ;
2] શબ્દ-પઝલો અને દરરોજ એક શબ્દની સમજ (વર્ડ ઓફ ધી ડે)
3] શબ્દો અને અન્ય વીગતોની સમજુતી (ઈડીયમ્સ વગેરે)
4] રોજીંદા તાઝા સમાચારની ઝલક
5] સ્પોન્સર્સ પરીચય ; ફોટોગેલેરી ; હેલ્પલાઈન વગેરે
6] છેલ્લી ક્ષણ સુધીના વાચકોની સંખ્યા. [ આ લખ્યું ત્યારે હતી 8,02,611 ]
ફોટોગેલેરી :
ચાર પેજ ભરીને અલભ્ય ફોટાઓ અહીં જોવા મળશે. જરા ઉઘાડી જોશો ?
ન્યુઝરુમ : આ રુમમાં બે બાબતો જાણવા મળશે –
1] આજ સુધીમાં લેક્સીકોન અંગે જે કાંઈ છપાયું તેનો પુરેપુરો મુળ સ્વરુપે અહેવાલ !! આજ સુધીમાં કુલ 31 સામયીકો–દૈનીકોમાં ગુજ.લેક્સીકોન અંગે વીગતવાર છપાયું છે જે સીધું પીડીએફમાં મુકાયું છે. જ્યારે
2] લેક્સીકોન અંગે પ્રખર વીદ્વાનોના લેખને તો સીધી લીંક આપીને જ મુકવામાં આવી છે !! એમાંય જરા ઝાંકી શકાય તો ઝાંકી જોજો –
========================================
અને હા ! આ તો મહા સરોવર છે. એને આમ એક બેઠકે વર્ણવી તો ન જ શકાય ને ! એટલે એક છોટાસા બ્રેક લે કે બાકીકા દેખેંગે અગલે હપ્તે !! ત્યાં સુધીમાં આ સરવર-સફરને માણો !
—====00====—
Posted in સાંપ્રત


