Posted by: જુગલકીશોર | March 21, 2008

કેટલાંકને હજી પણ ખબર નથી !!!

ગુજરાતી ભાષાના પ્રેમીઓ !
ગુજરાતી સાહીત્યરસીકો !!

આપણામાંથી ઘણાંને ખબર છે કે ગુજરાતી ભાષા-સાહીત્યના આકાશમાં એક અત્યંત તેજસ્વી તારલો પ્રકાશી ઉઠ્યો હતો, જુલાઈ, 2006માં લંડનમાં. તે દીવસે ગુજરાતી લેક્સીકોન [વીશ્વ સમસ્તનો સૌ પ્રથમ ગુજરાતી કોશ ]નું પ્રગટીકરણ  થયું હતું !  20 વરસની ભારે જહેમત અને પારાવાર ખર્ચ કરીને સમગ્ર ગુજરાતીજગતનો બહુમુલ્ય (કહો કે અમુલ્ય) ખજાનો ખુલ્લો મુકાયો હતો !

આપણામાંથી ઘણાં આ વાત સુપેરે જાણે છે એ ખરું પરંતુ હજી આજે પણ બહુ મોટો વર્ગ આ નથી જાણતો એની વેદના હૈયે લઈને આજે આ લખવા આંગળીઓ તલસી છે. આ કોશ એ ફક્ત શબ્દકોશ જ નથી. એ કોઈ શબ્દોનું બંધીયાર તળાવ નથી. એ સતત જીવંત અને પોતાના વીશાળ જળરાશીથી તરસ્યાં જગતને આકંઠ પાન કરાવનાર મહાનદ છે.

સૌએ હૈયે કોતરી રાખવા જેવું છે આ : ક્લીક   >   ગુજરાતી લેક્સીકોન 

ગુજરાતીના અનેકાનેક અને અત્યંત જાણીતા-માનીતા શબ્દકોશોની વચ્ચે નેટજગતનો આ સૌ પ્રથમ ગુજરાતી કોશ હવે આપણી સમક્ષ આંગળીના ટેરવે ઉપલબ્ધ થયો છે !! વળી, એની સાથે જ, હમણાં તાજેતરમાં જ, સ્પેલચેકર પણ તૈયાર થઈને આ કોશની પડખે, એની સેવામાં [જાણે વીષ્ણુના શેષનાગ રુપ !] આવી વસ્યો છે ! આ ગુજરાતી લેક્સીકોન અને સ્પેલચેકર થકી આપણું નેટજગત હવે ભાષા ક્ષેત્રે રાંક રહ્યું નથી, બલ્કે સમૃધ્ધ અને સમર્થ બન્યું છે.

સાત લાખ,ચુમ્મોતેર હજાર, પાંચસો બાસઠ વ્યક્તીઓની સાથે આપણે પણ આ નવા અને નીત્યનુતન - તદ્દન હાથવગા અને આપણી સૌની ભાષાસમૃધ્ધીને સદા ઉપકારક એવા કોશને આપણા ભાષાશરીરના એક અત્યંત પાયાના કોષ તરીકે સ્વીકારીને રોજીંદા વ્યવહારમાં એનો વીનીયોગ કરીએ, કરાવીએ. 

સુજ્ઞેષુ કિં બહુના !!
–જુગલકીશોર.
                                 —===0000===—

Responses

સાચી વાત જુ.કાકા,
ઘણા પરિશ્રમ બાદ ગુજરાતી ભાષામાં
કોમ્પયુટર પર work કરવું શક્ય બન્યું છે.
આપણે એમનો આભાર માનવો જ રહ્યો !!

કેટલાંકને જ શા માટે, ઘણાંને હજી ખબર નથી આ ઓંલાઈન જોડણીકોશ વિશે અને સ્પેલચેકર વિશે…. ખેર ! આ જ આપણી ભાષાની તાસીર છે. આપણે લોકો સ્વાભિમાન વિનાના શરીરો લઈને ફરીએ છીએ…

Leave a response

Your response:

Categories