[ જન્મદીવસના અભીનંદન આપવા માટે કાવ્યનું માધ્યમ પસંદ કરીને એક રચના આપવાની એક મીત્રની ફરમાઈશ પર રચાયેલું ફરમાઈશી કવીતડું છે આ ! એને બેગાની શાદીવાળું શીર્ષક એટલે આપ્યું હતું કે કોઈના જન્મદીને પ્રકૃતી પણ ખુશ થઈ હતી ! ]
ચતુરેન્દ્રીય આનંદ ! –જુગલકીશોર.
(પરંપરીત કટાવ)
આજ અચાનક
પુર્વ દીશાનો સુર્ય
સામટાં
રંગ રંગનાં પુષ્પ
વેરતો દીઠો.
પવન લ્હેરખી
હળવે હળવે
-અંગ અંગને સ્પર્શે એવું-
કંઈક કાનમાં
કહી ગઈ.
પારીજાતની
ડાળ ડાળથી
ખરતી, ઝરતી
શ્વેત-કેસરી ગંધ
ઘ્રાણમાં
પ્રાણ ભરી ગઈ.
એક સામટાં
આટઆટલાં
ઈંગીત
-રોમે રોમ સ્પર્શતાં-
ભીતર-બાહર
છલકાવી દે.
મલકાવી દે -
પ્રગટાવીને રહસ્ય
છુપું -
‘આજ કોઈના જન્મદીવસ’નું !!
પ્રાપ્ત થયો આનંદ
સામટો -
કહી શકું ના,
સહી શકું ના.
ગ્રહી શકું; સંગ્રહી શકું ના
એકલ -
પત્રમ્,
પુષ્પમ્,
ફલમ્ સ્વરુપે
કરું તને, લે
અર્પણ !
Posted in કવીતડાં


