Posted by: જુગલકીશોર | November 5, 2007

સુર્ય ને કોડીયું.

કોડીયું !   (ઉપજાતી-પરંપરીત)

                  –જુગલકીશોર.
એ સુર્ય
ત્યાં શો ભડકે બળી રહ્યો,
પ્રજ્વાળતો,
શાશ્વત તેજરાશી !

ને
કોડીયું એક
જલી રહ્યું હ્યાં–
અંધારને મુંઝવતું મીઠું મીઠું !

અમાપ
આકાશી પટે પુરે
શી રંગોળીઓ સુર્ય
અજાયબીભરી !

ને
કોડીયું ગોખ થકી
નીહાળે–
રંગોળી આંગણ રચી
નવલા પ્રભાતની.

બ્રહ્માંડની
દીવ્ય અનંત લીલા
પ્રકાશતી શાશ્વત–
કોટી સુર્યો
ઝંખાવતી !

ને
અહીં કોડીયું
એક ઉજાળતું રહે
એને મળી તે
ક્ષણ.


 

Responses

સરસ કોડીયું સજાવ્યું કાકા.

ને
અહીં કોડીયું
એક ઉજાળતું રહે
એને મળી તે
ક્ષણ.

આ પંક્તી ઘણી જ ગમી.
સમગ્ર કાવ્યમાં બહુ જ સરસ તુલના. ‘પરંપરીત’ ની મીઠાશ અને નવલતા પણ માણ્યાં.

Leave a response

Your response:

Categories