Posted by: jugalkishor | June 20, 2007

પત્રો !

                                         –જુગલકીશોર.


કહેવાનું નામ પત્રો, વહેવાનું નામ પત્રો;
સેતુના  અભાવોમાં  સહેવાનું નામ  પત્રો.

કાગળના  કોઈ ટુકડાના ભાગ્યમાં નથી જે
ખુદ’પાત્ર’બની જઈને રહેવાનું નામ પત્રો.

જેનાં  હજાર  નામો, જેના  ઘણા મુકામો
એવા  હરીને  ગામ ઠહરવાનું  નામ પત્રો.
                 ===00===
ધરતીનું પીને  ધાવણ, વૃક્ષોની ઘટાઓમાં
લીલી સુગંધ થઈ,  મહેકવાનું નામ પત્રો.

કરતાલના  અવાજે  દોડી પડે જે  ક્ષણમાં,
તુલસીનો સ્વામી,એને વરવાનું નામ પત્રો.

બ્રહ્માંડથીય  ભારે,   અખીલાઈથી   વધારે,
એ  બ્રહ્મને ‘તુલા’માં  હરવાનું  નામ પત્રો.

પુષ્પમ્,ફલમ્,કે તોયમ્ અર્પી શકાય ના તો
પત્રમ્  રુપેય   એને   ભજવાનું  નામ પત્રો.

Responses

ઇરશાદ…… ઇરશાદ……
અરે બાપુ તમે ય શાયર થઇ ગયા !માશાલ્લા..
————————-
તમે લખો ય પત્રો, ને હું લખું ય પત્રો,
પાનાં ભરી ભરીને ઠલવાય છે આ પત્રો.

જીમેલમાં આ પત્રો, યાહુ મહીં ય પત્રો,
વળી હોટમેલમાંહી નીકળ્યા અનેક પત્રો.

પત્રો તણો ન મુજને મળીયો ય કોઇ પત્તો
ક્યાંથી અરે નીકળતા, ક્યાં પુગતા આ પત્રો!
——————————-

ચેવું રહ્યું !!! અમદાવાદમાં બગીચાના બાંકડે બેઠા હોત તો આવી મજા કરત…..

_ઘણી સુંદર ગઝલ.મુબારક જુગલ કિશોર ભાઈ
મહેકી ઊઠેછે ફૂલ રોપો કોઇ પણ બાગે
_વફા

હવેતો પાઠવે છે ક્યાં સનમ પણ નામના પત્રો..
બની એ ભૂતની ઘટના ઝઝુંબે ગામના પત્રો.

_,પત્ર ,રદીફ પર ગઝલ કરવાની સ્ફૂર્ણા મને પણ થઈ. આખી ગઝલ વાંચવા કલીક કરો

http://www.arzewafa.wordpress.com/

સરસ્ ગઝલ…. પહેલી ગઝલ છે એટલે આટલા છંદદોષ ચલાવી શકાય… પણ નેટ-છંદગુરૂ પાસે તો અણિશુદ્ધ ગઝલની જ આશા રાખી શકાય ને?

શીખવવું અને લખવું /સર્જવું એ બંને એક વાત નથી. સર્જક ભુલ કરે, વીવેચક પણ ભુલ કરે ( તમે ય વી.તરીકે બતાવવાનું ચુકી જ ગયા ને !) પણ શીક્ષકથી ભુલ કરાય નહીં. એટલે જ અનધીકારચેષ્ટા જેવા મારા લેખોમાં ક્યાંય પણ ભુલ હોય તો બતાવવાની જાહેર વીનંતી કરી જ છે.

મારી ભુલોની અમુક તો ખબર છે જ. તેનેય ની:શેષ કરવા મથીશ. આભાર અને સૌને વંદના.

नेट-गुर्जरी गुजरातीमा लखती वखते वीवृत ए केम वापर्यो छे ? नेटमा तो संवृत ए-कार होय. નૅટ નહી પણ નેટ.
नीशीथ

અભાર પ્રભુજી, ધ્યાન દોરવા બદલ ! હવેથી ધ્યાન રાખીશ. ફરી આભાર.

સાન-ભાન ભૂલી ત્વરિત ખોલાતા પત્રો,
ગત દિનોની યાદ અપાવતા પત્રો,
ટપાલીની આંગણે રાહ જોવડાવતા પત્રો,
જઇ રાજ કરતાં ઇમેઇલ પર આજના પત્રો.

Leave a response

Your response:

Categories