Posted by: jugalkishor | April 30, 2007

આવા શબ્દોને શી રીતે સમજશું ?!

” શબ્દાર્થૌ સહીતૌ કાવ્યમ્ ” એવી વ્યાખ્યા કરીને ભામહે શબ્દ-અર્થના સાયુજ્યને જ કાવ્ય કહ્યું છે.

આ અર્થ આપણને જે મળે છે તે અર્થ ત્રણ ત્રણ પ્રકારે રહેલો હોય છે : વાચ્યાર્થ, ભાવાર્થ અને સંદર્ભાર્થ. એમાં આપણે માટે મહત્વનો આ સંદર્ભ અર્થ છે. સંદર્ભ અર્થ એટલે જે સંદર્ભથી સમજાઈ જાય તે. એક મહત્વનો સીદ્ધાંત એ પણ છે કે સંદર્ભ વીના શબ્દના અર્થને પકડવાનું ઘણીવાર જોખમકારક બની રહે. કોઈ પણ શબ્દને એના સંદર્ભ વીના આપણે ભાગ્યે જ અપનાવતાં હોઈએ છીએ. ઘણીવાર તો સંદર્ભ હોય તો શબ્દ તો શું, વાક્યનું વાક્ય આખું ઉડાડી દેવામાં આવે છે ! દા.ત. એકભાઈ બીજાને જોતાંવેંત પુછે છે, ‘ કેમ, આજે ?! ‘  હવે આ બે શબ્દોનો શું અર્થ ? પરંતુ એઓ બંને જાણે છે કે પેલો માણસ મને ત્રણ દીવસ પછી જ મળવાનો હતો. આજે એ આવી શકે એમ જ ન હતો. એટલે એણે એટલું જ પુછ્યું, ” કેમ, આજે ?” સંદર્ભ હતો એટલે જ અર્થ સમજાયો. ” પીતાજી ચા પીતા હોય છે ત્યારે વાત કરતા નથી” નાનું છોકરું ય સમજી જાય કે આ બંને પીતામાં શું ફેર છે. ત્યાં જોડણી આડે આવતી નથી.અંગ્રેજીમાં તો ઢગલાબંધ શબ્દો હશે,આવા. હવે આપણે કેટલાક શબ્દો જૂઈએ જેની જોડણી એક જ હોવા છતાં અર્થો જુદા છે :

આ બધા શબ્દોનું શું ? એની જોડણી એક જ છે, ને અર્થો છે અનેક !!

આપણે ત્યાં કહેવાય છે કે દિન=દીવસ અને દીન=ગરીબ એવા બે અર્થો હોવાથી એક ઈ-ઉને કારણે મોટી ગરબડ થઈ જવાની છે. પરંતુ એવા કેટલાય શબ્દો છે જેના એકથી વધુ અર્થો થતા હોવા છતાં એને માટે અલગ જોડણી નથી ! એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ ?!

દા.ત.મીઠું. એના બે જાણીતા અર્થો છે : મીઠાશભર્યું અને ખાવાનું નમક. હવે કોઈ એમ કહે કે ‘દાળમાં મીઠું નાખો’ કે ‘સરબત બહુ મીઠું છે’ તો કોઈ ગરબડ થાય છે ?

આવા તો કેટલાય શબ્દો છે જેની જોડણી એક જ હોવા છતાં અર્થો અનેક થતા હોય. આવા શબ્દોમાં જો ગરબડ કે સમજફેર ન થતો હોય અને વાક્યના સંદર્ભથી અર્થ સરી જતો હોય તો ચીંતા શી ? (અંગ્રેજીમાં કોઈ આવા શબ્દોની યાદી બનાવશે ? થાકી જવાય એટલા શબ્દો નીકળશે ! એ બધા શબ્દોમાં આપણે શું કરી શકીએ છીએ?!

જુઓ : કડી / વડી / કળી / ગળી / ખીલો / લુખો /સારું / વડું / શીખ / તીખું / પીઠ / મરી / તીર / વીર / જરી / ફરી / શીલા / કીધું / ખરી / ખારી / મારી / ચીર / વીંટ / નાડી / પડી / સીધું / જામી / ચરી / દેવી / લેવી / જડી / પુર / વાળી / વાલી / તાલી / સુતર / ઉત્તર ગંજી વગેરે વગેરે !

હકીકતે શબ્દો તો વાક્યનો એક ભાગ હોઈ ક્યારેક સમાનલીપીક શબ્દ આવી જાય તો એનો વાક્યમાં જે સંદર્ભ હોય તેનાથી અર્થ સમજાઈ જ જતો હોય છે, નાના કીશોરનેય તકલીફ પડતી નથી !!

સુજ્ઞેષુ કીમ્ બહુના !

Responses

સંદર્ભથી અર્થ સમજાવાની વાત ગમી.
સાપેક્ષતાનો સીધ્ધાંત, બહુતીક વીજ્ઞાનની બહુ જ ગહન વાતોમાં પણ આ જ સીધ્ધાંત છે. કશું નીરપેક્ષ હોતું જ નથી.

માફ કરજો ‘ભૌતીક વીજ્ઞાન’ લખવાનું હતું.

I have one question.
What is Gujarati of Sarcasm. What kind of sentense is where it is used. When I used to be kid I studied gujarati gramer and I have learned that word but now I forgot. Would you please please tell me?

એનું ગુજરાતી તો કટાક્ષ, મહેણું, મર્મવચન, વાંકો બોલ વગેરે અર્થ થાય. એ દરેકની અર્થચ્છાયા અલગ અલગ છે. બધા જ શબ્દો કંઈક જુદી વાત કહે છે. આપણે પ્રયત્ન કરીએ, એના પરથી વાક્યો બનાવવાનું. શરુઆત આપ જ કરશો ?

Thank you Saheb,

કટાક્ષ is correct word but still it is not what I think. The word I am looking is kind of “Visheshan”. I am really looking for this word for long long time, I will be extremely thankful to you if you can tell me.

Example is :
જુગલ સાહેબ, તમારે તમારી જોડણી પર ધ્યાન આપો.

Now this sentense is very incorrect in many way.
1) Your Jodni is perfect, so it is not true in that sense.
2) I take too long to write Gujarati and moreover my jodni is incorrect so it not correct again.
3) It is creating little humor when someone reads it i) cause they know both the above fact and think that it is not correct ii) my post is in English and I am trying to be oversmart.
4) Due to all the above fact nobody believe it and indirectly it conveys message that your jodni is better.

When I was in school I was studing about ભાવે પ્રયોગ or some kind of વિશષન with word (vakra) or something.

If I am not proving anything I apologize. I am working on typing in Gujarati.

આપનો આભાર

I think “VYANG’ OR “VAKROKTI” would be nearer to SARCASM.

Sarcasm itslef is a noun. Sarcastic-adj.

Thanks.

આને માટે શબ્દ છે ‘કાકુ’. સાવ સાદા વાક્યમાં પણ જે કહેવાયું હોય તેનો વ્યંજીત અર્થ એનાથી તદ્દન વીરોધી હોય, અને એ વાક્યને “વીશેષ ઉચ્ચારપુર્વક” બોલાયું હોય ત્યારે તે કાકુ કહેવાય છે.

વાક્યમાં કોઈપણ જાતના ફેરફાર વીના અમુક રીતે, અમુક શબ્દો પર વીશેષ પ્રકારે ભાર દઈને બોલાતા આવા વાક્યનો પ્રથમ અર્થ પણ સમજાય અને વ્યંજીત-લક્ષીત અર્થ પણ સમજાય ત્યારે એ વાક્યમાં રહેલા એ શબ્દને કાકુ કહેવાય અને વાક્યને કાકુયુક્ત વાક્ય કહેવાય. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાલા આ વસ્તુ સમજાવવા માટે ઉદાહરણમાં લખે છે :”વેણી સંહાર’માં ભીમ બોલે છે :’મારા જીવતાં છતાં ધ્રુતરાષ્ટ્રના પુત્રો સ્વસ્થ રહે!’ આ સ્થીતી અસંભવીત છે તે કાકુથી પ્રગટ થાય છે”

Leave a response

Your response:

Categories