Posted by: jugalkishor | March 27, 2007

કુણો ઉનાળો.

 –જુગલકિશોર.

ઝાડ સૉંસરો થઇને વહેલો  ટહુકો  જે દીન  છુટે,
મારે આંગણ  કુણો મઝાનો  નવો   ઉનાળો ફુટે.

વગડાની ડાળે ડાળે જઇ જયેં   ખાખરો  સળગે,
તસતસતા જોબનીયાને જૈ હયે ઉનાળો વળગે.

આંબે અમરતફળને  ઉની આંચ આપતો અટકે,
ગરમાળે સોનાનું  ઝુમ્મર   થઇ   ઉનાળો લટકે.

બપોર  બેઠી કાગનીંદરે   ઘડી ક    જંપી જાય,
રડ્યા ખડ્યા  ટહુકાને સંગે થાક ઉનાળો  ખાય.

સવાર, સાંજે, રાતે  છોને  છુટછાટ   ફરમાવે–
નાકાબંધી જોજો, કેવી કાલ  ઉનાળો   લાવે !!
                                            

Responses

તમારું ભૈ કેવું પડે.

જુવાનિયાની જેમ ઉનાળામાં ફૂલો ફાલો છોને
પાછા ગરમાળાની જેમ સુવર્ણ યુગમાં પણ આવો છો અને પાછી નાકાબંદી પણ બાંધી દીધી.

વાહ!!!!

Leave a response

Your response:

Categories