–જુગલકિશોર.
કૉયલને આવી ગઇ ઋતુ,’સંભળાવવા’ની વાત,
ટહુકામાં મંજરીની પ્રસરાવવાની વાત.
વસંતની આ ડાળખીને કૉળ્યાં પાંદડાં
કંકોતરીમાં, કરે પવન ઉજવવાની, વાત.
આંબાની ડાળખીને અડી કોણ કહી ગયું
પાકી જશે આ સાખ,પછી લઇ જવાની વાત?!
આવીને મારી બારીએ બુલબુલ કહી ગયું-
એને ય ચાંચ કોઇની સ્પર્શી ગયાની વાત !


