Posted by: jugalkishor | March 24, 2007

પ્રિયાથી મુક્તિ ?

મારા સમગ્ર અસ્તિત્વને
હચમચાવી મૂકનારી,
એના વિના ડગલું ય ન ભરી શકવાના
મારા ઓશિયાળાપણાને
બહેકાવી મૂકનારી,
ને છતાં
સદાય ને સતત એનામય જ રહેવાના વ્યસનને
આજીવન ચગળતા રહેવાના-
ગમતિલા એવા
જીવનના તદ્દન પાયાના વ્યવહારોમાં જ મને
રમમાણ કરી મૂકનારી,
હે પ્રિયે !
ભવોભવનું ન છૂટનારું તારું બંધન
હા, બંધન, જ
મને તારાથી અલગ થવા
કોઈ એવી તાકાત આપે જે
મને છોડાવે,
તારાથી,
હા, તારાથી જ,
ઈચ્છાડી !!

                          –જુગલકિશોર.

Responses

ઈચ્છાથી કોઈ મુક્ત પામ્યું છે?

‘ભવોભવનં ન છૂટનારું તારું બંધન’ એમ તો મેં કહ્યું જ છે !

જે "પ્રેમ" હોઈ છે તે "બંધન" નથી હોતુ, અને જે "બંધન" હોઈ છે, તેમા "પ્રેમ" નથી હોતો...

પ્રેમ અને બંધન બંને શબ્દોને મોટે ભાગે પ્રતિકાત્મક રૂપે જ લેવાતાં હોય છે એટલે આવો કોઈ નિયમ બનાવી ન શકાય.

Leave a response

Your response:

Categories