( ઉપજાતિ) –જુગલકિશોર.
આજે…ય ના’વી….!
અવ કાલ આવશે-
આશાભર્યો એમ જ આજ દી લગી
ઝૂરી રહ્યો દર્શન કાજ તાહરાં !
તું આવશે તો….(ફટ રે ભૂંડા, ‘તો’ ! )
સત્કારવા આંગણિયે ઉતાવળો
આવીશ; ને બેઉ કરો થકી તને
ચાંપીશ હૈયે.
ભીંજાવીને સ્નેહ થકી હું માહરા
ખોલીશ તારું દિલ, મુગ્ધ હૈયે;
જાણીશ તારા ઉરની કથા જે,
મારો અજંપો ઉરનો શમાવવા.
સંદેશ કોઈ મમ કાજ લાવ-
ટપાલ દેવી ! ઝટ આવ આવ.
(ટપાલિ, ભાઈ ! ટપ્-આલ આલ !! )


