શાંત જળમાં એક કાંકરી ને શાંત ખીણમાં કોઇ એક ટહુકો ક્યારે ય એકલાં નથી હોતાં. ટહુકાના ય કેટકેટલા પ્રતીસાદ સાંપડતા હોય છે!
કાવ્યમાં ને સંગીતમાં પણ અનુરણન્ મહત્વનું છે.વાદ્યમાં પણ એક નાનકડો નાજુક પ્રહાર અનેક ઝંકૃતી સર્જાવી દે છે.આવાં અનુરણન્ મળતાં જ રહે તો પ્રતિસાદ રુપે કાવ્ય-સંગીતના શબ્દ-સ્વરને પ્રગટતાં કોણ રોકી શકે ? જુ.
Posted by: jugalkishor | January 12, 2007
અનુરણન્
Posted in પ્રકીર્ણ


