Posted by: jugalkishor | December 29, 2006

પુત્રને હીંચકાવતાં…

પુત્રને હીંચકાવતાં…

ધીમે ધીમે  હાલરડાતા
આ હીંચકાની હેઠ,
ટપકતા મૂતરના રેલાની
સડકે સડકે
હું તો ચાલ્યો.

મઘમઘ બાળોતિયું આ મહેંકે-
એની ગંધ ઓઢીને
ચાલ્યો..

કડાંના કીચૂડાટનો
શમણે લઇને ભાર,
ઝીણા ઘૂઘરિયાળા રવને મારગ
ચાલ્યો..

ઘોડિયે બેઠેલો આ પોપટ
પાંખમાં વર્ષો લઇને
ફડ ફડ ઊડી જાય…

મારાં અંગ ઉઘાડાં કરી,
ઘોડિયે પગ ઉલાળતો કરી મૂકીને
‘મને’
હવે આ કોણ હીંચોળે ?!

15/1/73.             સમોડા.

Responses

છ વર્ષનો છોકરાં રાખવાનો મને અનુભવ છે, તેના આધારે કહું કે, જો આપણે અભિગમ બદલીએ તો દાદા - દાદી થવું એ નવું જીવન અને બાળપણ મેળવવાની બહુ મહામૂલી તક છે.
જગજીતસિંહ બીચારો કાગજકી કશ્તીને રડે, પણ દાદો થાય તો એ કશ્તી પાછી મળેને?
તમે દાદા થયા કે શું ? !!

અરે સાહેબ મારા,કાવ્યની લખ્યા તા.તો વાંચો !એ બંને શિશુ કાવ્યો અનુક્રમે મારા મોટા પુત્ર અને વચેટ પુત્ર સાથેના અનુભવોની વાત કહે છે.હવે એ બંનેને ઘેર અનુક્રમે ભૂમિ,હસિત્ તથા માર્ગી,પ્રાચી અનુક્રમે 15,10–9,7ની ઉંમરે ભણે છે.
આ કાવ્યો તો જીવનનાં આરંભના અનુભવનાં વર્ષો-ધન્યતાની ચરમસીમાનાં-છે.
કાવ્યમાં એ ભાવો કેટલી સફળતા પામ્યા છે તે જોવાનું (અને તમારે સૌએ તપાસવાનું) છે.જુ.

અરે બાપલા તમે તો બહુ સીનીયર નીકળ્યા! અમારા દોહિત્રો તો 9 અને 7 પર જ છે અને પૌત્ર તો પધારવાના બાકી છે !

કાકા, તમે આ કાવ્ય લખ્યું ત્યારે હું પણ 3-4 મહિનાની જ હતી હોં!

સરસ છે…

મઝાની વાત તો એ છે કે ગમે તેવડી ઉંમરે પણ હીંચકાવતાં હીંચકાવતાં ખુદ આપણે પણ ઝૂલી જઈએ ! બાળકને હીંચકાવવાનો અનુભવ તો જીવનના મહામૂલા અનુભવોમાંનો એક છે.આભાર, બહેના.

I was doing the same thing at that time.
To day the result is soooooo beautiful.
Thanks for dragging me in that phase of life.
jay shree krishna

Leave a response

Your response:

Categories