સ્મૃતિઓ હવે ટપાલી લાવ્યો
ગણગણતી શાંત મુંગી પંક્તિઓ વચ્ચે
મધપુડામાં. ટૌકો તમારો.
નીરવ શાંતિ
સભામાં; ભાષણના
ખખડે શબ્દો.
મર્યા,તો કહે પક્ષ પલ્ટાની
‘પાટલી બદલી’આ મોસમ ખીલી, સુની
મૃત્યુ પક્ષમાં. પડી પાટલી.
નદી ભરાય
એટલું લૈને પાણી
વાદળી ઉડે.
બપોરિયાનું ફટાકડાનું
તેજ મથે ઢાંકવા તડતડ સંગીત
સુર્ય પ્રકાશ. ધુમાડો ગાય.
દીવાળી કાજે વર્ષા,જલથી
ચાંદની શરદની નવડાવે ધરાને
ધૉળતી ભીંતો. શારદ, દૂધે.
ગાડીમાંથી…
ઘડિયાળના વિશ્વ દોડતું-
સેકંડ-કાંટે કાળ, (સ્થિર જે.)લાગે: હું જ
હાંફતો દોડે. સ્થિર,(જે દોડું!)
===000===


