Posted by: jugalkishor | December 16, 2006

સુત્રે મણિગણા ઇવ! *

    ( અનુષ્ટુપ )
‘નેટ’ની દોરીએ કેવાં  પ્રોવાયાં આપણે  સહુ
માળાના મણકા જેવા,સ્નેહના  બંધને  બહુ !

‘વેબ’નું વિસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વિશ્વને  ભરડો  લેતું, હૈયાં  સૌ સાંધતું  નકી.

સમયો સૌના નોખા, નોખી નોખી ઋતુ,અને
નિયમો, સહુને  નોખા રીવાજો, દેશ-દેશને.

છોને વ્યવસાયે  વ્યસ્ત, ત્રસ્ત  સંસારસાગરે,
તો ય આ”નેટડે” મસ્તસૌ છલ્ કે નિજ-ગાગરે!

વિવિધા આટલી ઝાઝી,ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો”સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!

વિસ્તર્યાં વિશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક  સૌ  ભાષા-સુત્રે મણિગણા ઇવ !!

                                       —જુગલકિશોર.

                ================================
* ભગવદ્ ગીતા-૭/૭.

Responses

વિસ્તર્યાં વિશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-સુત્રે મણિગણા ઇવ !!

Bahu sundar!

શ્રી કૃષ્ણજીએ સાતમાં અધ્યાયમાં કહ્યું :

મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ.
(આપણા માટે જ જાણે !)

ખૂબ આભાર.જુ.

[...] બીજી એક રચના યાદ આવે છે જુગલકાકાની… [...]

Leave a response

Your response:

Categories