Posted by: jugalkishor | November 14, 2006

ઉજળિયાત

ઉજળિયાત                      (મંદાક્રાંતા)

પ્રાત:કાળે સુરજ ચડતો થાય આભે   હજી , ત્યાં
આવી  પહોંચે   સમયસર  શાં  શેરિયું વાળનારાં!
સ્નાનાદિથી  સહજ  પરવારી, શુચિ વસ્ત્ર   પ્હેરી ,
ગંદું,  મેલું,  અહીં તહીં બધાંનું પડ્યું કાલનું , તે
વાળી ચોળી, ઝગમગ કરી જાય,સૌ આંગણાંને !

ચોખ્ખાંચોખ્ખાંતન,મન અને વાણીસંગાથ આવે,
સૌની  દીધી,   સહજ  ધરમે, ગંદકીને   સ્વીકારે.

“આપી જાજો બહન,કચરો”  સાંભળી સાદ,જાગે-
આંખો ચોળી અલસ ગ્રુહિણી મોં બગાડી, પછાડી,
આપી દેતાં ગ્રુહ–ભીતરની ગંદકી  બેઉ,  સાથે!!

રોજીંદો આ ક્રમ બદલી નાખે  જૂની માન્યતાઓ;
‘ઉંચાં-નીચાં કરમ’ તણી  સૌ  ક્ષુદ્ર   વિભાવનાઓ.

ફેલાવે જે  જગતભરમાં કુત્સિતા, ‘ઉચ્ચતા’  ના;
રેલાવે જે અણું અણું શુચિતા,નકી, ‘શૂદ્રતા’  ના!
                                                  –જુગલકિશોર.

Responses

તમે આપણા સંસ્કૃત છંદો વિશે જાણકારી આપવાનું કામ હાથમાં લો તો? નહીં તો ગઝલ મડમની ઝાકઝમાળમાં આ લય સુંદરતા વીસરાઇ જશે.

Leave a response

Your response:

Categories